Words and Voices : મારા દાદાજી

Words and Voices : મારા દાદાજી

વગડે બેઠા બેઠા સંભારી વાતો જર્જરિત પુરાની

આઈ યાદ જિંદગી ,બચપણ,યુવાની ને જવાની

ઘસાઈ પગ ની ઢાંકણી ને ખરી પડ્યા છે નયનો

ખટમીઠાં સપના, ને ઝાંખા પડ્યા છે અધૂરા વચનો

આશા, ઈચ્છા ને મહેચ્છા, મૂકી દાયકા સુધી કોરાણે

પોતાની ડાળીઓને ફાલવવા માં થડ ઉભું પરાણે

મૂડી નું વ્યાજ મળતું થયું ને, વ્યાજ પણ મોટું થયું

વ્યાજ સાથે રમતા રમતા દેપોસિત (હું) પણ મોટો થયો

કરેલી હઠ જુવનીમાં , સાથી વગર મ્હાલવી પૂરી જિંદગી

મન રાજીપો અનુભવે કે, સારું નઆ થઇ મંજૂર મારી બંદગી

એક તરું , છટાદાર છાયા , જુએ નિતનવા સંસારને

રાહ જુએ પંચતત્વો માં વિલય થવા, ડૂબતો સુરજ નિહારે….  

                                    –આકાશ રાવલ