Words and Voices : ક્યાં તપાસે મને કોરા વરસાદ માં; સાબિત છું હું તારા ભીના વિશ્વાસ માં…

Words and Voices : ક્યાં તપાસે મને કોરા વરસાદ માં; સાબિત છું હું તારા ભીના વિશ્વાસ માં…

ક્યાં તપાસે મને કોરા વરસાદ માં;
સાબિત છું હું તારા ભીના વિશ્વાસ માં…

ના છિપાવ આટલું ખુદ ને મુજ થી;
ભળેલો છું હું તારા દરેક શ્વાસ માં…

ભલે તું નકારે પ્રેમ ના પ્રકાશ ને;
હું જાગું છું તારા હૃદય ના ઉજાશ માં…
કેમ ગભરાય આ તું આ અજાણ્યા અવકાશ માં;
સદા તારી પાસે રહીશ હું તારા બાહોપાશ માં…

હવે તો માની જાઓ,કે આ પ્રેમ છે;
અનુભવો છો મને હમેશા આસ પાસ માં…!!
-ધ્રુુુુવીલ દવે (આશ્ચર્ય)