Words and Voices : એ ક્યારે આવશે ?

Words and Voices : એ ક્યારે આવશે ?

એ ક્યારે આવશે ?

પેલો છોડ જેને આપણે સાથે પાણી પાતા હતા એને  ગુલાબ ખીલ્યું છે હવે !

એની સુગંધ પુછતી હતી ” એ ક્યારે આવશે ? ”

પેલો રસ્તો જ્યાં આપણે લટાર મારવા નીકળી પડતા એ સુનો પડી ગયો છે હવે !

એની વિરાનીઓ પુછતી હતી ” એ ક્યારે આવશે ? ”

મારા દિલની ધડકન જે તારા માટેજ ધડકે છે ,

એનો અવાજ પૂછતો હતો ” એ ક્યારે આવશે ? ”

પેલો ઝરમર વરસાદ યાદ છે તને જેમાં આપણે ભીંજાય હતા ?

એની માસુમ બૂંદો પુછતી હતી ” એ ક્યારે આવશે ? ”

પેલી ચોકલેટ આજે એકલા એ જ ખાધી  જે હું તારા માટે બેગ માં છુપાવીને લાવતો ,

એનો સ્વાદ પૂછતો હતો ” એ ક્યારે આવશે ? ”

પેલા બાંકડા પર કાલે સાંજે ફરી બેઠો જ્યાં તુ મારી સાથે મીઠો ઝગડો કરતી,

એની નીરવ શાંતિ પુછતી હતી ” એ ક્યારે આવશે ? ”

પેલું ગીત પણ આજે એકલા એ જ સાંભળ્યું ,

એના શબ્દો પૂછતા હતા ” એ ક્યારે આવશે ? ”

પેલા ટમટમતા તારલા જેને આપણે સાથે ગણતા હતા ,

એનો આછો-આછો પ્રકાશ પુછતો  હતો ” એ ક્યારે આવશે ? ”

પેલી ચાંદની ની શીતળતા તારી યાદો સાથે માણી આજે ,

એની માસુમિયત પૂછતી હતી ” એ ક્યારે આવશે ? ”

પણ, ” તુ ક્યારે આવીશ ? ”