સવારનું પ્યારું સ્મિત…

સવારનું પ્યારું સ્મિત…

સવારનું પ્યારું સ્મિત...

સપનાઓની સેર કરવા નીકળ્યો

આખો બંધ કરી તો ક્યાં 

ત્યાં હતા નિર્મળ ઝરણા ના સૂર

સાથે પક્ષીઓ નો કલરવ મધૂર

કુદરતે જાણે ભર્યો એક એક રંગ

ત્યાં જોયું નયનરમ્ય ઉપવન

પારેવાઓ ના સ્વર વચ્ચે એક હળવો અવાજ

લાગતો હતો કલરવ થી પણ મધૂર આજ

અને પીઠ પર પડી વહાલ ની એક થપકી

આવી પટકાયો હું હકીકત ની ગલી

હજી તો આખો બરાબર ખુલી પણ નતી

ત્યાં નેત્રપટલ પર પડ્યું એક કિરણ

જે લાવ્યું મધુર સ્મિત નું સ્મરણ

માં ના એ મધૂર સ્મિતના ખયાલ માં

ખોલી આખો મેં એ ચેહરાના ને નિહાળવા

પણ હવાઓ જાણે લઇ ગઈ એ સ્મિતને

હું ગોતતો રહી ગયો એ વાહલા સ્મિતને

આસપાસ જોયું તો હોસ્ટેલ ના નીરસ ઓરડામાં

નિર્જીવ પલંગ અને પુસ્તકો કબાટમાં...

 

આતો હતી સપનાની સેર

વિચારો એ રચુયો તો ખેલ

પણ નહિ ભૂલે આ દિલ એ સ્મિતને...

માં ના પ્રેમ છલકતા સ્મિતને...

એ સવારના પ્યારા સ્મિતને...