મને મંજુર નથી…

મને મંજુર નથી…

તુ આમ મિત્ર બની જા એ મને મંજુર નથી….

કોને કોને હવે રોકીશ હું એ જ સમજાતું નથી.
આ પ્રેમઅગ્નિને હવે બીજે સરનામે ફાવતું નથી….તુ આમ

આંખને મીંચાવા હવે કોઈ સપનું મળતું નથી.
શ્વાસને પણ જાણે હવે તારા વિના ચાલવું નથી….તુ આમ

આંગળીનાં ટેરવાને હવે સ્પર્શનું વાદળ ગમતું નથી.
હાથની હથેળીને પણ હવે હવામાં એકલું તરવું નથી….તુ આમ

શબ્દોને પણ હવે પ્રેમ વગર સાથે ગોથાવું નથી.
બનવા પૂરું વાક્ય કોઈને પુર્ણવિરામ બનવુ નથી…..તુ આમ

ભીની યાદો ને પણ હજી, ભર તડકે સુકાવું નથી.
વરસતા વરસાદમાં પણ, હવે મારે ભીંજાવું નથી…..તુ આમ

વિશ્વાસની ટેકરી એ હવે, લાગણીને લેહરાવું નથી.
સંયમ ના સથવારે હવે, સુંદરતાને પણ સજવું નથી….

તુ આમ મિત્ર બની જા એ મને મંજુર નથી.

Anonymous Submission

Anonymous Submission is a separate section of Lutalica associated to the writers who want to express their opinions while simultaneously choosing not to reveal their identity. Find submission form in the menu.