પ્રિયતમાને….

પ્રિયતમાને….

હું  તને  ચાહું   છું, કારણ ના પૂછ .

બસ તને ચાહું છું, કારણ ના પૂછ .

મારી આંખ નિશામાં જોતી તારા સપનાઓ ના ઝરણાં ,

હું ભમરો  તું  પુષ્પ  સજેલી , તમે  કસ્તુરી  અમે  હરણાં ,

કલ્પના માંથી બહાર આવ,આમ તું ના છૂપ,

હું  તને  ચાહું   છું, કારણ ના પૂછ .

બસ તને ચાહું છું, કારણ ના પૂછ .

એકલતાનું, ખાલીપાનું  અંધારું  મને  વળગ્યું  છે ,

તારા નામ વિનાનું  દરેક  પાનું  આજે  સળગ્યું છે ,

વિરહના મારા આંસુ તારા પાલવ થકી તું લૂછ,

હું  તને  ચાહું   છું,  કારણ ના પૂછ .

બસ તને ચાહું છું, કારણ ના પૂછ .

<

p class=”zf-hide-shortcode”>[zombify_post]