કોણ હતી એ … ??

કોણ હતી એ … ??

જીવન લાગતું હતું બોજ હર પલમાં

મન વિચલિત થતું વાત વાતમાં

હું હતો મારા મનની સાથે ગમમાં

જયારે એ તો હતી એની જ મસ્તીમાં

એના સુવાળા વાળની છાયામાં હતું એનું મુખ

મારું મન હતું એ નિહાળવા આતુર ખુબ

લાગતું હતું જાણે કુદરત પણ હતી મારી સાથે

હુંફાળા પવને હટાવી એની ઝુલ્ફો મારા માટે

એક ક્ષણ માટે મળી મારી નજર એની સાથે

હદય ચુકી ગયું એક ધબકારો એની માટે

હવે તો ચાહતો હતો કે સમય થંભી જાય

પણ નહતો ચાહતો કે એ ત્યાંથી જાય

હવે શું કઉ આ કુદરત ની રમતને આજે

એતો નીકળી ગઈ એની સહેલીઓ સાથે

કોણ હતી એ ? શું નામ હતું?……

 

નથી જાણતું કઈ, પાગલ મન મારું

મારા દિલ માં બનાવ્યું એણે ઘર નાનું

એ વસી છે ‘નયન’થી મારા હદયમાં

લાગે છે જાણે જીવવાનું કઈ મકસદ છે

જગત માં કોઈને કોઈ છે , કોઈના માટે

હવે આ ધડકન ચૂકેલ દિલ છે એના માટે જ બનેલ એ દિલની શોધમાં…

[zombify_post]