Privy Poet’ Society: કઈ રીતે કહું તને?

Privy Poet’ Society: કઈ રીતે કહું તને?

Privy Poet’ Society is a section of Lutalica that is dedicated solely to poets and their love for poetry. To read more from Privy Poet’ Society, click here.


*ટીંગ ટોંગ*
*ટીંગ ટોંગ*

 

“ દીકરા, તારા પપ્પા ગુજરી ગયા ”

“ દીકરા, તારા પપ્પા અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે ”

કઈ રીતે કહું આ શબ્દો એક ૧૨ વર્ષ ના બાળક ને?

 

કઈ રીતે કહું એને,

કે પપ્પા પાછા નહીં આવે

કે પપ્પા મૃત્યુ પામ્યા છે

કે પપ્પા નું સ્થાન હવે એને લેવું પડશે

 

કઈ રીતે કહું કે બેટા આ જીવન ની વિપદાઓ અને અનેક મુશ્કેલીઓ થી તને સાચવવા વાળો હવે નથી રહયો અસ્તિત્વમા

કઈ રીતે કહું તને બેટા કે તારી એક હસી માટે આખું જગ જીતી લેવા વાળો હવે આ સંસાર થી મોક્ષ પામ્યો છે

કઈ રીતે કહું કે તારા જીવન નુ નાનપણ તારે જલ્દી છોડવુ પડશે

કેમ કે તારી મા અને બહેન ની જવાબદારી અને સંભાળ તારે જ લેવાની છે

 

કઈ રીતે કહું તને કે જે સંગ્રહ કરેલા હતા સ્વપ્નો તારા

હવે એ સ્વપ્નો ની પોટલી ને ફેંકવી પડશે,

દિવસ ની એક રોટલી કમાવી પેટ નો કૂવો ભરવા.

કઈ રીતે કહું તને કે તારા મનની અનેક વ્યથાઓ નો ઉત્તર,

નઈ મળે તને “ઓ પપ્પા જરાક સાંભળો” કહેતા.

કઈ રીતે કહું તને કે જવાબદારી ના આ ભાર વડે તારા જીવન ની છે આ

એક નવા જ સંઘર્ષ ની ક્રૂર રાત્રી

હાથ મા થી રેત ની જેમ જાણે

ખસી ગયું, પડી ગયું, વિખેરાઇ ગયું,

આ તારુ બાળપણ,

બસ એક જ ક્ષણ માં

 

ઢબી ગયો છે જાણે આ સૂર્ય તારા માટે જ આજે.

શાંત થઈ ગયું છે આ ઉત્પાતિયું મન

 

કઈ રીતે સમજાઉ તને મારા નાનકા,

કે મૃત્યુ એ ખાલી એક દેહ નો જ નાશ નથી

કે આજે અંત ખાલી નથી થયો એક જ મનુષ્ય નો,

પણ પડી ગયો છે જાણે એક સ્તંભ,

આ વિશ્વ રૂપી પરિવાર માં તારા

 

પણ હજી પુછું છુ હું મારા મન ને એક જ પ્રશ્ન

કઈ રીતે કહું તને, એ મારા વા’લા

કઈ રીતે કહું તને…

 

*બારણું ખુલ્યું*

“ કાકા, આવું કેવી રીતે થયું અાપડી સાથે? ”


To read more by the author of કઈ રીતે કહુંતને? , click here.

Mihir Hathi

Mihir Hathi - Flamboyant Bastard | Snorts Novels | Football Fanatic | Writer | Half Gujarati | Half Marathi | Full Retard | Funny Lazy Fat Fuck | WhoLock is the Dream.