Words And Voices: અહેસાસ

Words And Voices: અહેસાસ

સાંભળને ! આજે વાત નીકળી તો તને મારા જીવન ની  ના કહેલી એક વાત કરું ,
ખુલ્લા દિલ થી ચલ તારી આગળ આજે એકરાર કરું…

લીધો છે નિયમ કે નહી કરું  એ વીતેલી વાતો ને યાદ,
પણ બહુ રડે છે મન જ્યારે ભૂતકાળ ની એ વાતો દઈ જાય છે સાદ…

બની ગઈ  હતી હું એવી ,કહેતા બધા મને,કે નથી મારામાં એ ઉંમરે કોઇ છોકરી ને થતા આકર્ષણ ના અહેસાસ ,પણ ! પણ કેવી રીતે કહું ,કેવી રીતે સમજાવુ
કે
હા , ગમતું હતું મને પણ જ્યારે કોઇ દુનિયાથી નજર ચોરી ને મારી નજરમાં નજર મીલાવતુ,
થોડા ગણા આકર્ષણ થી કોઇ બહાને મારી નજીક આવવાનું પ્રયત્ન કરતું ,
ક્યારેક અચાનક મળી જવાથી મુખ પર એક અલગ જ સ્મિત લાવતુ,

સમજ હતી મને એ બધા ની અને હતા મારામાં પણ એ ઉંમરે કોઇ છોકરી ને થતા બધા જ  અહેસાસ…

પણ હા ! ટાળતી રહી ,રહી દૂર હું એ કોઇના નજર ઝુકાવીને કરેલા સ્મીતને ,થોડી ઝીઝક થી પણ મસ્તી માં કરેલ એ સ્પર્શ ને ,અને પ્રેમ ના એ પહેલા પ્રસ્તાવ ને …..

માનુ છુ હું !માનુ છુ હું  કે રુંધી રાખ્યા હતા કોઇ અજાણ્યા ડર થી મારામાં ઉભરતા એ બધા જ  અહેસાસ ,
નહતી કરી શકતી જલ્દી કોઇનાં પર વિશ્વાસ ,
કારણકે ભર્યા હતા બાળપણ માં કોઇ એ મારી સાથે જબરદસ્તી નાં શ્વાસ ……

ખબર નહતી કે શું થયું , શું કરી ગયુ કોઇ ,
રમત છે આ એમ કહી મારી સાથે રમી ગયુ કોઇ ,
અને મારા અહેસાસ અને વિશ્વાસ ચોરી ગયુ કોઈ ,

કદાચ સમય એ વધુ સારો હતો જ્યારે હતી નાદાન ,પડતી નાં જ્યારે કોઈ ઘાવ ની ખબર,
પણ ધપ્યૉ સમય , વધી સમજ ત્યારે ઘાવ બન્યા મન પર નાં નાસુર…..

હા !પણ ધીરે ધીરે સમયે જ  સમજાવ્યું કે ભૂલ વિના જ  ડરી ડરી ને ચુકવી છે મેં બહુ મોટી  કિંમત ,
અને થોડે ગણે અંશે પણ સમજાણી    મને  પ્રેમે જ  આપેલી પ્રેમ ની હિંમત…..

અને ફરીથી ઊભર્યા મારામાં એ પ્રેમનાં,આકર્ષણનાં  અહેસાસ ,
પણ રંજ છે ,હા રંજ છે મને એ વાત નો કે નથી કરી શકતી  આજે પણ જલ્દી થી વિશ્વાસ ,
કારણકે ભર્યા હતા બાળપણ માં કોઇ એ મારી સાથે જબરદસ્તી નાં શ્વાસ ……

[zombify_post]