અણઘડ

અણઘડ

અટકળો ને આવડતો ને મુક પુળો  આવ અણઘડ થઈ, બાથ ભીડી  લઈએ

ભૂલી ગયા હોય ટેરવાં  સ્પર્શ,તાજા કરી લઈએ

પગ માં વીંટળાયા હોય સાપ એમ છળી જઈએ

ડુમા ગોરંભાય છે હૃદયે, જાન લઇ લેશે

આભ બની અનરાધાર વરસી જઇયે

સમય ને આદત છે નઠારી,વહી જવાની

હાથ માં નાખી હાથ આજ થીજી જઇયે

લાગણીઓ, તુષ્ણા ઓ,એષ્ણા ઓ થી છે  જીવન રોમાંચક

છોડ ને સાધુપણું, ચાલ સંત બની જઈએ

આમ તો શું વિસાત આપણી જગ ની બિસાત માં

મુક માથું પ્રેમ વેદી પર, ચાલ અનંત થઇ જઇયે

અજય રત્નાકર

[zombify_post]