Words and Voices : બૂટ પરની ધૂળ | Lutalica

Words and Voices : બૂટ પરની ધૂળ


Words and Voices : બૂટ પરની ધૂળ | Lutalica

બૂટ પરની ધૂળ

બૂટ પરની ધૂળ હજી ક્યાં ખંખેરી છે પપ્પાએ,

ઈચ્છાઓને,આશાઓને ત્યાં સંકેરી છે પપ્પાએ ,

થેલો જવાબદારીનો ખભા પર લટકાવીને ,

ધંધે રોજીંદા જાતા એ શરટના કોલર વાળીને,

નરસા વીતેલા દિવસો માં પણ ખુશીઓ એમને વેરી છે ,

બૂટ પરની ધૂળ હજી ક્યાં ખંખેરી છે પપ્પાએ.

પરિસ્થિતિઓના સોપનોથી આ ધોળા વાળ થયેલા છે,

સુખથી આખું ઘર ચલાવા પોતે  પગ ઘસેલા છે,

બાળકોને ખૂબ સજાવા, બંડી! ફાટેલી પણ પહેરી છે

બૂટ પરની ધૂળ હજી ક્યાં ખંખેરી છે પપ્પાએ.

આજ લાકડી લઈને ઉભા છે તેઓ  ઘરના દરવાજે,

‘સ્તંભ છે આખા ઘરનો ‘ ઇંટો બોલી એક અવાજે,

છતાં નથી અભિમાન જરાયે કે , એમની આંખો બહેરી છે,

બૂટ પરની ધૂળ હજી ક્યાં ખંખેરી છે પપ્પાએ.

-વિશાલ ઠક્કર

Comments 1

log in

Don't have an account?
sign up

reset password

Back to
log in

sign up

Back to
log in
Choose A Format
Story
Formatted Text with Embeds and Visuals